ધીરજ એ કડવી વસ્તુ છે,
પરંતુ તેના ફળ હંમેશા મીઠા જ હોય છે!
ભેગા મળીને જીવે તે ગામડાની સંસ્કૃતિ,
પરંતુ ભેગું કરીને જીવે તે શહેરની સંસ્કૃતિ!
સુખ તો સવાર જેવું હોય છે સાહેબ,
માંગવાથી નહીં જાગવાથી મળે છે!
નામ અને ઓળખાણ ભલે નાની હોય,
પણ આપણી પોતાની હોવી જોઈએ!
વ્યક્તિએ ક્યારેય તકની રાહ ન જોવી જોઈએ,
કેમ કે જે આજે છે તે જ સૌથી મોટી તક છે!
જિંદગી માણસ ને ચાન્સ આપે છે,
માણસ ને ચોઈસ નથી આપતી!
યોગ્ય સમયે લેવામાં આવેલ કડવી ચુસકી
ઘણીવાર જીવનને મીઠી બનાવી દે છે!
તમારા સ્વભાવને હંમેશા સૂર્ય જેવો રાખો,
ન ઉગતા અભિમાન ન ડૂબવાનો ડર!
સમય તમને રાજામાંથી રંક અને
રંકમાંથી રાજા બનાવી શકે છે!
આ દુનિયા માં બધુજ કીમતી છે,
પરંતુ મળ્યા પહેલા અને ગુમાવ્યા પછી!










